સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘોધમાર વરસાદ, 5 જુલાઈ સુધી ભારે વરસાદનો એલર્ટ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘોધમાર વરસાદ, 5 જુલાઈ સુધી ભારે વરસાદનો એલર્ટ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘોધમાર વરસાદ, 5 જુલાઈ સુધી ભારે વરસાદનો એલર્ટ

Blog Article

ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે છ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે 5 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન બન્યા હતાં. રસ્તાઓ બંધ કરવામાં આવતા અનેક ગામોના સંપર્ક કપાયા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોરાજીના નાની પરબડીની ફુલજર નદી ઓવર ફ્લો થઈ હતી. પુલ અને કોઝવે ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જૂનાગઢમાં મોડી રાતથી ધમાકેદાર વરસાદથી સોમવારે સાંજ સુધી ચાલુ રહ્યો હતો. ભારે વરસાદના કારણે રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા હતા.

IMDના બુલેટિનમાં 1 પહેલી જુલાઇએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જારી કર્યો હતો. બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ કરાયો હતો. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, સુરેન્દ્રનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યો હતો.

2 જુલાઈ માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ માટે ઓરેન્જ જારી કરાયો હતો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવને યલો એલર્ટ જારી કરાયો હતો. 3થી 4 જુલાઇ માટે દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ છે.

Report this page